Latest News

Latest News Regarding the Gujarat Police PSI/LRD 2022

Latest News Regarding the Gujarat Police PSI LRD 2021-22

Gujarat Police Recruitment Board LRD 2021-22

Here is the providing information regarding the Latest Government JOB Gujarat Police Constable and PSI. So We give you complete information in Date Wise News from Official Website of Gujarat Police Recruitment Board.

News of :: તા.૨૫/૧૨/૨૦૨૧ ::

  • લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૫/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો…….
  • લોકરક્ષક કેડર શારીરીક કસોટી GENDER બદલવા અંગે તા.૨૫/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો…….

News of :: ફરીવારની સૂચનાઃ તા.૨૫/૧૨/૨૦૨૧ ::

લોકરક્ષક કેડર માટે ઓનલાઇન અરજી કરતી વખતે જે ઉમેદવારોએ ભુલથી Male ના બદલે Female અને Female ના બદલે Male ભરેલ છે તેવા ઉમેદવારો પોતાની માહિતી ભરતી બોર્ડના હેલ્પ લાઇન નંબર ઉપર પણ જણાવી શકે છે

અથવા લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે અરજી પણ કરી શકે છે. ભરતી બોર્ડને મોકલવાની અરજીનો નમૂનો જોવા માટે અહિં કલીક કરો..…..

News of :: તા.૨૩/૧૨/૨૦૨૧ ::

પો.સ.ઇ./લોકરક્ષક કેડર શારીરીક કસોટીના એક કરતા વધુ કોલલેટર ને મર્જ કરવા માટે જે અરજીઓ મળેલ છે તે અરજીઓ મુજબ પો.સ.ઇ.ના કન્ફર્મેશન નંબર સાથે લોકરક્ષકના કન્ફર્મેશન નંબરને મર્જ કરવામાં આવેલ છે. જેની માહિતી જોવા માટે અહીં કલીક કરો….લોકરક્ષક કેડરની શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે ખાસ સુચનાઓઃતા.૨૧-૧૨-૨૦૨૧

જે કોઇ ઉમેદવારોને નીચે જણાવેલ કારણોસર શારીરીક કસોટીની તારીખ બદલવાની જરૂરીયાત ઉભી થઇ હોય તો તેઓએ અરજી સાથે કોલલેટરની ઝેરોક્ષ અને જે કારણથી તારીખ બદલવા માંગતા હોય તે અંગેના પુરાવા સાથે લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરીતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર પીન કોડ-૩૮૨૦૦૭ ખાતે શારીરીક કસોટીની તારીખ હોય તેના ત્રણ દિવસ પહેલા મળે તે રીતે અરજી કરવાની રહેશે.

ઉમેદવારની અરજી મળ્યા બાદ તારીખ બદલવા અંગેની વિગતો લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. જેમાં તારીખ બદલવામાં આવેલ ઉમેદવારે જુનો કોલલેટર લઇને જણાવેલ તારીખ/સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે તથા જેની અરજી માન્ય કરવામાં આવેલ ન હોય અને બીજી કોઇ તારીખ આપવામાં આવેલ ન હોય તેવા ઉમેદવારોએ મુળ કોલલેટરમાં જણાવેલ તારીખ/સ્થળે શારીરીક કસોટી આપવાની રહેશે. નીચે જણાવેલ કારણો સિવાય અન્ય કોઇ કારણસોર ઉમેદવારની તારીખ બદલવામાં આવશે નહીં.

(૧) ઉમેદવારના પોતાના લગ્ન અથવા પોતાના સગા ભાઇ/બહેનના લગ્ન હોય તો

(ર) ઉમેદવારને અન્ય કોઇ પરીક્ષા જેવી કે સરકારશ્રીની ભરતી તથા કોલેજની પરિક્ષાના કિસ્સામાં (પરિક્ષા શરૂ થવાના આગળના દિવસે, પરિક્ષાનો દિવસ/દિવસો અને પરિક્ષા પુરી થવાના પછીના દિવસે શારીરીક કસોટી હોય તો)

(૩) ઉમેદવારના માતા/પિતા/ભાઇ/બહેન/દાદા/દાદી/પત્ની/પુત્ર/પુત્રીનું અવસાન થયેલ હોય અથવા ઉમેદવારને અકસ્માત થયેલ હોય તો તેવા કિસ્સામાં શારીરીક કસોટીના આગલા દિવસે અથવા તે જ દિવસે અથવા શારીરીક કસોટીના બીજા દિવસે મળેલ અરજી પણ ધ્યાને લેવામાં આવશે.

News of :: તા.૦૬/૧૨/૨૦૨૧ ::

અગાઉ જોડીયા નામ હોવાના કારણે રદ્દ કરવામાં આવેલ ઉમેદવારોની મળેલ રજુઆત અંગે ચકાસણી કરતા જે ઉમેદવારોને અગાઉ રદ્દ કરવામાં આવેલ હતા તેવા ઉમેદવારોને હવે માન્ય ગણવામાં આવેલ છે અને હવે OJAS વેબસાઇટ ઉપરથી પોતાનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. જેની વિગત જોવા માટે અહિં કલીક કરો…….

News of :: તા.૦૬/૧૨/૨૦૨૧ ::

૧) તારીખ ૩ અને ૪ ડિસેમ્બરના રોજ જે મેદાનો ઉપર વરસાદને કારણે શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલ તે કસોટી હવે બંન્ને દિવસના ઉમેદવારો માટે એકી સાથે તારીખ 12 ડિસેમ્બર (રવિવાર) નારોજ એ જ મેદાન પર એ જ કોલલેટર ઉપર લેવામાં આવશે. મોકુફ રાખવામાં આવેલ કસોટીના ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.

(ર) વધુમાં SRPF ગ્રુપ-૧૧, વાવ ખાતે તા.૦૬/૧૨/૨૦૨૧ નારોજ શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલ તે કસોટી હવે તા.૨૬/૧૨/૨૦૨૧ (રવિવાર) નારોજ એ જ મેદાન પર એ જ કોલલેટર ઉપર લેવામાં આવશે. મોકુફ રાખવામાં આવેલ કસોટીના ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.

Helpline Number of Lokrakshak Bharti Board હેલ્‍પ લાઇન

હેલ્‍પ લાઇન નંબર : ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦સવારના કલાક : ૧૦.૩૦ થી સાંજના કલાક ૦૬.૦૦ સુધી(રવિવાર તથા જાહેર રજાના દિવસ સિવાય)

Official Website

https://lrdgujarat2021.in/

I hope you like the Article of the Latest News Regarding the Gujarat Police PSI/LRD 2022. If you like then share to others.

Happy Reading Stay Connected.

About the author

Mari Naukri - Admin

Mari Naukri is a Job/ Education Portal which mainly covers topics related to Latest News, News Jobs, Question Papers, Sample Papers, Answer Keys and Many More Information Related to Job Field.

Leave a Comment