Exam Materials

How to Prepare for any Upcoming Competitive Exam 2022-23 in Gujarati

How to Prepare for any Upcoming Competitive Exam 2022-23 in Gujarati

કોઈપણ આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે કેવી રીતે તૈયારી કરવી

(Photo Credit : istockphoto)મિત્રો, આજે તમને અહિયાં વિવિધ સ્પર્ધાત્મ્ક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેના વિશે માહિતી મળશે. હાલના સમયમાં જોવા જઈએ તો લગભગ બધા જ લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં હોય છે પણ તેમને યોગ્ય માર્ગદર્શન નથી હોતું કે આ સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓની તૈયારી કરવી કેવી રીતે. કોઈપણ પરીક્ષા માટે તમે તૈયારી કરી રહ્યા હોય તો તેના માટે તમારી પાસે તે પરીક્ષા વિશેનું યોગ્ય જ્ઞાન હોવું જરૂરી છે. માટે હું અહિયાં આ વિશે કેટલીક માહિતી મૂકી રહયો છું. 

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

૧) પરીક્ષા વિશે જાણો, જૂના પેપર જુઓ અને તેનો અભ્યાસક્રમ જુઓ:

મિત્રો જ્યારે પણ આપણે કોઈપણ પરીક્ષાની તૈયારી શરૂ કરવાના હોઈએ તો તે પરીક્ષા વિશે આપણને થોડીઘણી માહિતી તો હોવી જ જોઈએ. બીજી વાત એ છે કે તે પરીક્ષાના જૂના પેપર જોવા અને તેનો અભ્યાસક્રમ (Syllabus) જોવો. આમ કરવાથી તમને તે પરીક્ષા વિશે તમામ માહિતી મળી રહેશે. પહેલા તો તમે જૂના પેપર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ પરીક્ષામાં પેપર કેવા આવે છે. અભ્યાસક્રમ જોશો એટલે તમને ખબર પડશે કે આ પરીક્ષામાં કયા વિષયમાંથી કેટલા ગુણના પ્રશ્નો આવશે. આ બધી જ માહિતી તમને જૂના પેપર જોવાથી અને તે પરીક્ષાનો અભ્યાસક્રમ જોવાથી મળી રેહશે. 

૨) પરીક્ષાની તૈયારી પદ્ધતિસર થઈ રહે તે માટે ટાઈમ ટેબલ બનાવો:

અભ્યાસક્રમ અને જૂના પેપર જોયા બાદ તમારે કયા વિષયની તૈયારી ક્યારે કરવી તેના માટેનું એક સરસ ટાઈમ ટેબલ તમારા સમય મુજબ તૈયાર કરો. ટાઈમ ટેબલ એવું તૈયાર કરો કે તેમાં તમારી પરીક્ષા મુજબના દરેક વિષયો આવી જાય. કયા સમયે કયો વિષય વાંચવો અને તેના પાછળ કેટલો સમય આપવો તે બધુ વિગતવાર લખી અને ટાઈમ ટેબલ તૈયાર કરો. ટાઈમ ટેબલ તમે જે બનાવ્યું છે તે સમય બદલાવો ના જોઈએ. જો વારંવાર એવું થશે તો તમારી તૈયારી સરખી રીતે થઈ નહીં શકે. તમે જે ટાઈમ ટેબલ બનાવ્યું છે તેનું પાલન કરો. 

૩) ન્યૂઝપેપરનું વંચાન રોજ કરવું:

સમાચારપત્રોનું વાંચન રોજ કરવું તે સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓની તૈયારી કરતાં મિત્રો માટે ખૂબ જ અગત્યનું માનવમાં આવે છે. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે કરંટ અફેર્સ પૂછે છે તે કરંટ અફેર્સ રોજબરોજ બનતી ઘટનાઓ આધારિત પૂછાતા હોય છે. કોઈ રાજકીય મુદ્દો હોય અથવા તો કોઈ વ્યક્તિને સન્માન મળ્યું હોય, અથવા તો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનું અવસાન થયું હોય આ બધી જ માહિતી રોજેરોજ પેપરમાં આવતી હોય છે અને સ્પર્ધાત્મ્ક પરીક્ષામાં આવા પ્રશ્નો અવારનવાર પૂછાતા રહેતા હોય છે. માટે જો તમને ન્યૂઝપેપર વાંચવાની ટેવ ના હોય તો તેનું રોજ વાંચન કરવાની ટેવ પાડો. 

૪) વાંચવા બેસો તો તેને ક્યારેય અધૂરું ન છોડો:

જો આપણે વાંચવા બેઠા જ હોઈએ અને જે ચેપ્ટર પૂરું જ કરવાનું હોય તો તેને પૂરું વાંચીને જ ઊભા થાઓ. તેને અધૂરું ક્યારેય ના છોડો. જો કોઈ મહત્વનુ કામ આવી ગયું હોય અને આવું કરો તો વાંધો નહીં પણ જો બે કે તેથી વધારે દિવસ આવુ થતું રહશે તે તમને વાંચવામાં રસ નહીં પડે અને બીજી વાત કે તમે જે વાંચ્યું હશે તે પણ યાદ નહીં રહે. માટે વાંચવા બેસો તો તેને પૂરું કરીને જ ઊભા થાઓ. 

૫) સહેલા વિષયોને પહેલા તૈયાર કરો:

જો તમારો કોઈ મનપસંદ વિષય હોય અથવા તો મનપસંદ પાઠ હોય કોઈપણ વિષયના તો તને પહેલા તૈયાર કરી દો. આમ કરવાથી તમને ઓછા સમયમાં તે વિષય અથવા તો તે પાઠ તમને યાદ રહી જશે અને બીજું કે તમને વાંચવામાં વધારે રસ પડવા લાગશે. બીજું કે તમને અઘરા વિષયો પાછળ વધારે ટાઈમ મળી રહેશે. કોઈ ચાર વિષયો માથી ત્રણ વિષય એવા છે કે તમારા માટે તેને વાંચવા અને યાદ રાખવા ખૂબ સરળ છે અને એક વિષય એવો છે કે જે તમને અઘરો લાગે છે તો તમે ત્રણ વિષય પહેલા તૈયાર કરી લો. અઘરા વિષય પાછળ તમારો ટાઈમ વધારે બગડશે અને તમે સરળ વિષયો પણ તૈયાર નહીં કરી શકો. 

૬)  તમે જે પણ તૈયારી કરો તેની નોટ્સ બનાવો:

નોટ્સ બનાવવી એ ખૂબ જ ફાયદાકારક હોય છે. આમ કરવાથી તમને છેલ્લે પરીક્ષા આવાવની હોય તે સમયે આ ખૂબ ઉપયોગી રહે છે. તમે જે પણ વિષયો વાંચ્યા હોય તેની પોઈન્ટ બનાવીને મહત્વના મુદ્દા લખી નોટ બનાવી હોય તો પાછળ તે વાંચવામાં ખૂબ જ સરળતા રહે છે. ન્યૂઝપેપરનું રોજ વાંચન કરીએ તો તેમાથી પણ અગત્યના મુદ્દા લાગે તેની નોટ્સ બનાવો. આ બધુ પરીક્ષાના છેલ્લા સમયે ખૂબ જ કામ આવતું હોય છે. 

૭) ઊંઘ સમયસર લો અને સ્વાસ્થયનું ધ્યાન રાખો:

મિત્રો જો તમારું સ્વસ્થ્ય સારું હશે તો જ તમે પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકવાના છો. જો તમે બીમાર હશો તો પહેલી વાત કે તમને વાંચવાનું મન જ નહીં થાય. માટે પોતાના શરીરનું ધ્યાન પહેલું રાખવું. ઊંઘ સમયસર લેશો તો તમારી એકાગ્રતા ઉપર કોઈ જ અસર નહીં થાય. ઊંઘ સમયસર નહીં લીધી હોય તો તમને વાંચતાં વાંચતાં ઊંઘ આવવા લાગશે અને બગાસા આવશે ને તમને વાંચવાનું મન નહીં થાય. માટે સમયસર ઊંઘ લેવો જરૂરી છે. 

સારાંશ:

મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા માટેની આ એવી ટિપ્સ હતી જે તમને તૈયારી કેવી રીતે કરવી તે માટે ઉપયોગી બની રહેશે. સ્પર્ધાત્મ્ક પરીક્ષાની તૈયારી મોટાભાગના લોકો કરતાં હોય છે પણ આમાં જે સફળ થાય છે તે પદ્ધતિસર તૈયારી કરી હોય તેવા લોકો. માટે આ મુજબની તૈયારી કરવી એ ફાયદાકારક રહે છે. ઉપર આપેલ માહિતી માત્ર તમારા મોટીવેશન માટે મૂકવામાં આવી છે. તેમાં તમે તમને જેમ અનુકૂળ આવે તેમ ફેરફાર કરીને પોતાની રીતે તૈયારી કરી શકો છો. આભાર. 

About the author

Mari Naukri - Admin

Mari Naukri is a Job/ Education Portal which mainly covers topics related to Latest News, News Jobs, Question Papers, Sample Papers, Answer Keys and Many More Information Related to Job Field.

Leave a Comment