Daily Updates Exam Materials

AI સિસ્ટમ શું છે અને તેના પ્રકારો, ફાયદા, ગેર ફાયદા

AI સિસ્ટમ શું છે અને તેના પ્રકારો, ફાયદા, ગેર ફાયદા

શું તમે શોધી રહ્યા છો – AI સિસ્ટમ શું છે અને તેના પ્રકારો, ફાયદા, ગેર ફાયદા

પછી તમે યોગ્ય સ્થાને છો.

The Complete and Official Information of AI સિસ્ટમ શું છે અને તેના પ્રકારો, ફાયદા, ગેર ફાયદા

AI સિસ્ટમ શું છે

AI (Artificial intelligence) = કુત્રિમ બુદ્ધિ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ની વ્યાખ્યા

સાદા શબ્દોમાં કહીએ તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એ એક પ્રકારની કુત્રિમ બુદ્ધિ છે જે કોમ્પ્યુટરની મદદથી મશીનમાં માનવ જ્ઞાન અને વિચારો ભરવામા આવે છે અને માત્ર કોમ્પ્યુટરની મદદથી તે ટેક્નોલોજીનો ઉપયોગ કરવો એ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એ કોઈ કુદરતી જ્ઞાનનો ભંડાર કે બુદ્ધિ નથી અથવા પોતાની જાતે વિકસી શકતી નથી, પરંતુ તે માનવ સંવેદનાઓ, જ્ઞાન, અનુભવો, વિચારો, લાગણીઓ અને બુદ્ધિનો ઉપયોગ છે, તેથી તેને કોમ્પ્યુટેશનલ ઈન્ટેલિજન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ મુખ્યત્વે નીચેના ઉપકરણોમાં થાય છે

૧) મોટાભાગે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ રોબોટ બનાવવા માટે થાય છે. આ રોબોટામાં ફીડ કરવામાં આવેલ AI data પ્રમાણે કામ પૂર્ણ ચોકસાઈ અને યંત્રવત રીતે કરી શકે છે.

૨) આજની ડિજિટલ અને લક્ઝરી કાર, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન અને એરોપ્લેનમાં પણ તેનો ઉપયોગ થાય છે.

૩) સુપર કોમ્પ્યુટર અને પર્સનલ કોમ્પ્યુટરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ થાય છે.

4) વિડીયો ગેમ્સ અને કોમ્પ્યુટર ગેમ્સ જેવી વિવિધ પ્રકારની રમતોમાં થાય છે.

૫) આધુનિક ઉપકરણો જેવા કે માઇક્રોવેવ, ઓવન, આરોગ્ય સંભાળ અને શરીરની સંભાળ અને એર કંડિશનર વગેરેમાં પણ થાય છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં પ્રકારો નીચે વર્ણવેલ છે.·

 • સંપૂર્ણપણે પ્રતિક્રિયાશીલ
 • મર્યાદિત
 • મગજ સિદ્ધાંત
 • સ્વ-સભાન

તાજેતરમાં ઘણી કંપનીઓએ મશીન લર્નિંગ પર ઘણું રોકાણ કર્યું છે, જેના કારણે આપણા માટે ઘણી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોડક્ટ્સ અને એપ્સ ઉપલબ્ધ છે. આવા જ કેટલાક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉદાહરણો છે જેનાથી સારી રીતે સમજી શકાય કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કોને કહેવાય?

1. Siri: તમે Siri વિશે સાંભળ્યું જ હશે, તે Apple દ્વારા રજૂ કરાયેલ સૌથી લોકપ્રિય આભાસી સહાયક (virtual assistant) છે. તે ફક્ત iPhone અને iPadમાં જ ઉપલબ્ધ છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું શ્રેષ્ઠ ઉદાહરણ છે

2. Tesla: માત્ર સ્માર્ટફોન જ નહીં પરંતુ ઓટોમોબાઈલ ઉદ્યોગ પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તરફ આગળ વધી રહ્યો છે. તે અત્યાર સુધી ઉપલબ્ધ શ્રેષ્ઠ ઓટોમોબાઈલ પૈકી એક છે. ટેસ્લા કારમાં માત્ર સ્વ-ચાલન (self-driving) જ નહીં પરંતુ સંપૂર્ણપણે નવીન તકનીકો ધરાવે છે. અન્ય ઓટોમોબાઈલ ઉત્પાદકો પણ આવી કેટલીક વધુ સેલ્ફ ડ્રાઇવિંગ કાર બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

3. Google Map: ગૂગલ મેપ્સમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીનો સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોઈપણ જગ્યાએ જવાનો રસ્તો બતાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મેપિંગ સાથેની વિશાળ ટેક્નોલોજી દ્વારા રસ્તાઓની માહિતીને સ્કેન થાય છે અને અલ્ગોરિધમનો ઉપયોગ કરીને સાચો માર્ગ જણાવે છે.

Types of AI

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશન્સ – AI ની એપ્લિકેશનો નીચે મુજબ છે:-

 • દાખલાઓ ગણવામાં
 • કમ્પ્યુટર વિઝન વર્ચ્યુઅલ રિયાલિટી ઇમેજ પ્રોસેસિંગમાં થાય છે
 • કૃત્રિમ બુદ્ધિ અથવા નિદાન
 • ગેમ AI અને કમ્પ્યુટર ગેમ બોટ
 • ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન
 • હસ્તાક્ષર ઓળખ
 • ચહેરાની ઓળખ
Applications of AI

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફાયદા (કૃત્રિમ બુદ્ધિના ફાયદા)

1. માણસો દ્વારા થતા કામ મશીનો દ્વારા ઝડપથી અને વધુ ચોક્સાયથી પૂર્ણ કરી શકાય છે.

2. આમાં ભૂલો અને ખામીઓની શક્યતાઓ નહીવત હોય છે.

3. તેની મદદથી જટિલ સોફ્ટવેર સરળતાથી સમજી શકાય તેવું બનાવી શકાય છે.

4. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંસાધન અને સમયનો દુરુપયોગ કર્યા વગર બહુ ઓછા અને નિર્ધારિત સમયમાં કાર્ય પાર પાડી શકે છે અને લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ગેર ફાયદા

1. મનુષ્યની ગુણવત્તાને અવગણવામાં આવે છે.

2. આ નવી પેઢી માટે ખતરો બની શકે છે, તે નવી પેઢીને સંપૂર્ણ રીતે પરાવલંબી પણ કરી શકે છે.

3. આમાં માહિતીનું કોઈ ફિલ્ટરિંગ નથી.

Advantages and Disadvantages of AI

છેલ્લે AI (Artificial intelligence) = કુત્રિમ બુદ્ધિ એ સંપૂર્ણપણે મનુષ્ય બુદ્ધિની દેન છે અને કુદરત દ્વારા સર્જિત મનુષ્યના મગજમાં વિકસિત થતી બુદ્ધિની જગ્યા ક્યારેય ના લઇ શકે.

Interesting facts of AI

Thanks to Beloved Readers.

About the author

Mari Naukri - Admin

Mari Naukri is a Job/ Education Portal which mainly covers topics related to Latest News, News Jobs, Question Papers, Sample Papers, Answer Keys and Many More Information Related to Job Field.

Leave a Comment