Daily Current Affair Daily Updates

ભારતના 9મા સેનાધ્યક્ષ : તપીશ્વર નારાયણ રૈના (1921-1980)

ભારતના 9મા સેનાધ્યક્ષ તપીશ્વર નારાયણ રૈના (1921-1980)

શું તમે શોધી રહ્યા છો – ભારતના 9મા સેનાધ્યક્ષ : તપીશ્વર નારાયણ રૈના (1921-1980)

પછી તમે યોગ્ય સ્થાને છો.

The Complete and Official Information of ભારતના 9મા સેનાધ્યક્ષ : તપીશ્વર નારાયણ રૈના (1921-1980)

ભારતના 9મા સેનાધ્યક્ષ : તપીશ્વર નારાયણ રૈના (1921-1980)

આજનો ઈતિહાસ
ભારતના 9મા સેનાધ્યક્ષ :
તપીશ્વર નારાયણ રૈના (1921-1980)

સશસ્ત્ર દળોમાં ટી. એન. રૈનાના નામે જાણીતા ભારતના આ નવમા સેનાધ્યક્ષની સૌથી મોટી ઉપલબ્ધિ 1975 થી 1977 સુધીના સમયગાળા દરમિયાન સશસ્ત્ર દળોને રાજકારણથી અલગ રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. (તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ કટોકટી માટે સેનાનું સમર્થન માંગ્યાનું કહેવાય છે જેના માટે તેમણે નીડરતાથી ના પાડી દીધી હતી.) તેમનો જન્મ 24- 1-1921 માં કાશ્મીરી બ્રાહ્મણના ઘરે હતો. પ્રાથમિક શિક્ષણ લુધિયાણામાં લઈ કોલેજ શિક્ષણ તેમણે લાહોરમાં લીધું હતું. ઈરાકમાં ભારત તરફથી લડતા ધાયલ થયા હતા, જેમાં તેમણે એક આંખ ગુમાવી હતી. 1-5-1941 માં તેઓ ભારતીય સેનામાં કમિશન્ડ થયા હતા. એ દરમિયાન તેઓએ બીજુ વિશ્વયુદ્ધ, 1947-48 નું પાકિસ્તાન સાથેનું યુદ્ધ, 1962નું ચીન સાથેનું યુદ્ધ, 1965 અને 1971ના ભારત – પાક યુદ્ધમાં લડી તેમણે મહાવીર ચક્ર મેળવ્યું હતું. સેનામાં વિવિધ પદ શોભાવનાર તેઓ 1975 થી 1978 સુધી ભારતીય થલસેનાના નવમા વડા હતા. તેમની લશ્કરી સેવાઓને અનુરૂપ ભારત સરકારે તેમને પદ્મભૂષણથી નવાજ્યા હતા. નિવૃત્તિ બાદ કેનેડામાં ભારતીય રાજદૂત નિમાનાર તેઓનું 19-5-1980ના દિવસે અવસાન થયું હતું.
સંકલિત

એક મંદિર હતું.

એમાં બધા જ માણસો પગાર ઉપર હતા.
આરતી વાળો,
પુજા કરવાવાળો માણસ,
ઘંટ વગાડવાવાળો માણસ પણ પગાર ઉપર હતો…

ઘંટ વગાડવાવાળો માણસ આરતી વખતે ભાવ માં એટલો મશગુલ થઈ જાય, કે એને ભાન જ રહેતુ નહીં.

ઘંટ વગાડવા વાળો માણસ પુરા ભક્તિ ભાવથી પોતાનુ કામ કરતો, જેથી મંદિરની આરતી માં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસ ના ભાવ નાં પણ દર્શન કરતા. એની પણ વાહ વાહ થતી…

એક દિવસ મંદિરનુ ટ્રસ્ટ બદલાયું, અને નવા ટ્રસ્ટીએ એવુ ફરમાન કર્યું, કે આપણા મંદિરમાં *કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરુરી છે, જે ભણેલા ના હોય એમને છુટા કરી દો.

પેલા ઘંટ વગાડવાવાળા ભાઈને ટ્રસ્ટીએ કહ્યું કે ‘તમારો આજ સુધીનો પગાર લઈ લો, ને હવેથી તમે નોકરી પર આવતા નહીં.’

પેલાએ કહ્યું, “સાહેબ ભલે ભણતર નથી, પરંતુ મારો ભાવ જુઓ!”

ટ્રસ્ટી કહે, “સાંભળી લો, તમે ભણેલા નથી, એટલે નોકરી માં રાખવામાં આવશે નહીં…”

બીજા દિવસથી મંદિરમાં નવા લોકોને રાખવામાં આવ્યા. પણ આરતીમાં આવતા લોકોને પહેલા જેવી મજા આવતી નહી. ઘંટ વગાડવાવાળા ભાઈની ગેરહાજરી લોકોને વર્તાવા લાગી.

થોડાં લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા. એમણે વિનંતી કરી કે ‘તમે મંદિરમાં આવો.’

એ ભાઈએ જવાબ આપ્યો, “હું આવીશ તો ટ્રસ્ટી ને લાગશે કે આ નોકરી લેવા માટે આવે છે. માટે હું આવી શકીશ નહીં.”

ત્યાં આવેલા લોકોએ ઉપાય જણાવ્યો કે ‘મંદિરની બરાબર સામે તમને એક દુકાન ખોલી આપીએ છીએ. ત્યાં તમારે બેસવાનું. અને આરતી ના સમયે ઘંટ વગાડવા આવી જવાનું. બસ પછી કોઈ નહીં કહે કે તમારે નોકરીની જરુર છે…”

હવે એ ભાઈએ મંદિરની બહાર દુકાન શરૂ કરી, જે એટલી ચાલી કે એક માંથી સાત દુકાન ને સાતમાંથી એક ફેક્ટરી થઈ ગઈ.

હવે એ માણસ મર્સીડીઝમાં બેસીને ઘંટ વગાડવા આવતો.

સમય વિત્યો. આ વાત જુની થઈ ગઈ.

મંદિરનુ ટ્રસ્ટ ફરીથી બદલાઈ ગયું.

નવા ટ્રસ્ટને મંદિરને નવું બનાવવા માટે દાનની જરુર હતી.

મંદિરના નવા ટ્રસ્ટીઓએ વિચાર્યુ કે સહુ પહેલાં આ મંદિરની સામેની ફેક્ટરી માલીક ને પહેલા વાત કરીએ…

ટ્રસ્ટીઓ માલિક પાસે ગયા. સાત લાખ નો ખર્ચો છે, એવું જણાવ્યું.

ફેક્ટરી માલિકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખીને ટ્રસ્ટીને આપી દીધો. ટ્રસ્ટી એ ચેક હાથમાં લીધો ને કહ્યું, “સાહેબ સહીં તો બાકી છે.”

માલિક કહે, “મને સહીં કરતા નથી આવડતું. લાવો અંગુઠો મારી આપું, ચાલી જશે…”

આ સાંભળીને ટ્રસ્ટીઓ ચોંકી ગયા અને કહે, “સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો. જો ભણેલા હોત તો ક્યાં હોત…!!!”

તો પેલા શેઠે હસીને કહ્યું,
“ભાઇ, હું ભણેલો હોત ને, તો બસ મંદિરમાં ઘંટ જ વગાડતો હોત.”


About the author

Mari Naukri - Admin

Mari Naukri is a Job/ Education Portal which mainly covers topics related to Latest News, News Jobs, Question Papers, Sample Papers, Answer Keys and Many More Information Related to Job Field.

Leave a Comment