આજનો ઈતિહાસ
એ ગોડ ગિફ્ટેડ ફિલ્મ મેકરઃ
શાહિદ લતીફ (1913-1967)
દેવાનંદની કારકિર્દીની શરૂઆતની સફળ ફિલ્મ ઝિદ્દી (1948), દિલીપકુમાર કામિની કૌશલની સફળ ફિલ્મ આરઝુ (1950) અને 1958 ની સોનેકી ચીડિયાના નિર્દેશક, વાર્તા અને સંવાદલેખક શાહિદ લતીફનો જન્મ 11-6-1913માં જમીનદાર પરિવારમાં થયો હતો. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ પછી સાયન્સ પ્રવાહમાં અભ્યાસ મેળવ્યો પણ તુરત જ તેમણે એ છોડી દઈ અલીગઢ યુનિવર્સિટીમાંથી બીએ કર્યું સાથોસાથ પાર્ટટાઈમ પત્રકારત્વ. ઉર્દુ પ્રકાશનોમાં ટૂંકી વાર્તાઓ અને સ્ટેટ્સમેન, હિંદુસ્તાન ટાઈમ્સ અને નેશનલ કોલમા સંવાદદાતા તરીકે કામ કર્યું હતું. એમની કેટલીક વાર્તાઓ કે.એ. અબ્બાસ પાસેથી સાંભળી બોમ્બે ટોકિઝની માલિકણ દેવિકા રાણીએ તેમને મુંબઈ અને બોલાવી. બોમ્બે ટોકિઝમાં જોડી સંવાદ લેખનનું કામ સોંપ્યુ. ત્યાં પહેલી ફિલ્મ 1940ની પુર્નમિલનનાં સંવાદો લખ્યા પછી કિસ્મત, ઝુલા અને બસંતના સંવાદો લખ્યા હતા. પછીથી એસ મુખરજીના ફિલ્મીસ્તાનમાં ( નામકરણ લતીફે કર્યું હતું) જોડાયા. જાણીતા લેખિકા ઈસ્મત ચુગતાઈ તેમનાં પત્ની હતાં જેમણે તેમની ઘણી ફિલ્મોનાં નિર્માણમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. શીશા, બુઝદિલ, ફરેબ, દરવાજા, સોસાયટી સહિત 17 ફિલ્મો તેમણે બનાવી હતી. 1966ની બહારે ફિરભી આયેગી તેમની છેલ્લી ફિલ્મ હતી. તેમનું અવસાન 16-4-1967માં થયું હતું.