શું તમે શોધી રહ્યા છો – RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ: ૨૦૨૪-૨૫ માં ધોરણ-૧ માં પ્રવેશની જાહેરાત
પછી તમે યોગ્ય સ્થાને છો.
The Complete and Official Information of RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ: ૨૦૨૪-૨૫ માં ધોરણ-૧ માં પ્રવેશની જાહેરાત
RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ: ૨૦૨૪-૨૫ માં ધોરણ-૧ માં પ્રવેશની જાહેરાત
ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની કલમ ૧૨ (૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ % મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે.
જે બાળકોએ ૧ જૂન-૨૦૨૪નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે.
ક્રમ | અગ્રતાક્રમ |
---|---|
1. | અનાથ બાળક |
2. | સંભાળ અને સંરક્ષણની જરૂરીયાત વાળુ બાળક |
3. | બાલગૃહના બાળકો |
4. | બાળ મજૂર / સ્થળાંતરીત મજૂરના બાળકો |
5. | મંદબુધ્ધિ / સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરરક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા – ૨૦૧૬ની કલમ ૩૪ (૧) માં દશાાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળક |
6. | (ART) એધ્ટિ- રેિરોવાયરલ થેરપી (એઆરિી) ની સારવાર લેતા બાળકો |
7. | ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી / અર્ધલશ્કરી / પોલીસદળના જવાનના બાળકો |
8. | જે માતા પિતા ને એક માત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી |
9. | રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડી માં અભ્યાસ કરતાં બાળક |
10. | 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST,SEBC,જનરલ તથા અન્ય) ના BPL કુટુંબના બાળકો |
11. | અનુસૂચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરી ના બાળકો |
12. | સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / વિચારતી અને વિમુક્ત જાતિના બાળકો કેટેગરી માં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે |
13. | જનરલ કેટેગરી / બિન અનામત વર્ગના બાળકો |
રૂ.૧,૫૦,૦૦૦/- ની આવક મર્યાદા લાગુ પડશે.
Apply Online – https://rte.orpgujarat.com/