Important Days – Jyotindra Dave Birthday – 21 October

Important Days – Jyotindra Dave Birthday – 21 October

Are you searching for – Jyotindra Dave Biography in Gujarati – 21 October 2022

Then you are at Right Place.

The Complete and Official Information of Important Days – Jyotindra Dave Birthday – 21 October.

Who is Jyotindra Daveજ્યોતીન્દ્ર દવે

જ્યોતીન્દ્ર દવે ગુજરાતી ભાષાના જાણીતા હાસ્યલેખક હતા.

જીવન – Life of Jyotindra Dave

જ્યોતીન્દ્ર દવેનો જન્મ ર૧મી ઓક્ટોબર, ૧૯૦૧ના દિવસે દક્ષિણ ગુજરાતના સુરત શહેર ખાતે થયો હતો. તેમણે ૧૯૧૯માં મેટ્રિક, ૧૯૨૩માં બી.એ. અને ૧૯૨૫માં એમ.એ.ની પદવીઓ સુરતમાંથી મેળવી હતી. ૧૯૨૬ થી ૧૯૩૩ સુધી તેઓ મુંબઈમાં કનૈયાલાલ મુનશી સાથે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવાના કાર્યમાં જોડાયા. મુનશી જેલમાં હતા એટલો થોડો સમય તેમણે કબિબાઇ હાઇસ્કૂલમાં અધ્યાપન કાર્ય કર્યું. તેમણે ‘ગુજરાત’ માસિકનું સહ-સંપાદન પણ કરેલું.

૧૯૩૩ થી ૧૯૩૭ દરમિયાન તેમણે સુરતની એમટીબી કોલેજમાં ગુજરાતીમાં અધ્યાપન કાર્ય કર્યું. કનૈયાલાલ મુનશીની વિનંતી પર તેઓ ફરી મુંબઈ આવ્યા અને મુંબઈ સરકારના કાર્યાલયમાં ભાષાંતરકારનું કામ તેમની ૧૯૫૬માં નિવૃત્તિ સુધી કર્યું. તેમણે પછી મુંબઈની વિવિધ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું. તેઓ માંડવી, કચ્છ ખાતે પ્રિન્સિપાલ પણ રહ્યા હતા. તેઓ ૧૯૬૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા.

તેમના માતાનું નામ ધનવિદ્યાગૌરી અને પિતાનું નામ હરિહરશંકર હતું. તેમનાં લગ્ન ઇ. સ. ૧૯૨૯માં કરસુખબેન સાથે થયાં હતાં અને પુત્રી રમા, પુત્ર પ્રદીપ, અસિતના તેઓ પિતા બન્યા.

એમનું અવસાન ૧૧ સપ્ટેમ્બર, ૧૯૮૦ના રોજ મુંબઈ ખાતે થયું હતું.

તેમનું ઘર સુરતના આમલિરણ વિસ્તારમાં આવેલું છે.

પુરસ્કારRewards

તેમને ૧૯૪૦માં નર્મદ સુવર્ણ ચંદ્રક અને ૧૯૪૧માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.

તેમના માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દર વર્ષે હાસ્ય સાહિત્યકારને ‘જ્યોતીન્દ્ર દવે પારિતોષિક‘ અપર્ણ થાય છે.

By Mari Naukri - Admin

Mari Naukri is a Job/ Education Portal which mainly covers topics related to Latest News, News Jobs, Question Papers, Sample Papers, Answer Keys and Many More Information Related to Job Field.

Leave a Reply