Are you searching for – Human Computer Shakuntala Devi Biography in Gujarati – 03 November 2022
Then you are at Right Place.
The Complete and Official Information of Important Days – Human Computer Shakuntala Devi Birthday – 04 November.
Shakuntala Devi
શકુંતલા દેવી (૪ નવેમ્બર ૧૯૨૯ – ૨૧ એપ્રિલ ૨૦૧૩) ભારતીય ગણિતશાસ્ત્રી, લેખક અને માનસિક ગણનયંત્ર (કેલ્ક્યુલેટર) હતા, જેઓ “માનવ કમ્પ્યુટર” તરીકે પ્રખ્યાત હતા. તેમની પ્રતિભાથી તેમણે ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’ની ૧૯૮૨ ની આવૃત્તિમાં સ્થાન મેળવ્યું હતું.
૧૮ જૂન, ૧૯૮૦ના રોજ લંડનની ઇમ્પિરિયલ કોલેજમાં શકુંતલાદેવીએ પોતાનો વિશ્વ કિર્તિમાન હાંસલ કર્યો હોવા છતાં આ કિર્તિમાનનું પ્રમાણપત્ર મરણોપરાંત ૩૦ જુલાઈ, ૨૦૨૦ના રોજ આપવામાં આવ્યું હતું. તેમણે કોઈ ઔપચારિક શિક્ષણ વિના મૈસૂર વિશ્વવિદ્યાલયમાં તેમની અંકગણિત ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.
તેમણે વિદ્યાર્થીઓ માટે આંકડાકીય ગણતરીઓને સરળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જીવનના પાછલા વર્ષોમાં સંખ્યાબંધ પુસ્તકો લખ્યા હતા, જેમાં નવલકથાઓ તેમજ ગણિત, કોયડાઓ અને જ્યોતિષ વિશેના ગ્રંથોનો સમાવેશ થાય છે. તેમણે ધ વર્લ્ડ ઓફ હોમોસેક્સ્યુઅલ્સ પુસ્તક લખ્યું હતું, જે ભારતમાં સમલૈંગિકતાનો પ્રથમ અભ્યાસ માનવામાં આવે છે.
પ્રારંભિક જીવન – Early Life of Shakuntala Devi
શકુંતલા દેવીનો જન્મ ૪ નવેમ્બર ૧૯૨૯માં બેંગલુરુ, કર્ણાટક ખાતે કન્નડ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો તેમના પિતા સી વી સુંદરરાજા રાવે સર્કસમાં કલાકાર અને જાદુગર તરીકે કામ કર્યું હતું. જ્યારે શકુંતલા દેવી લગભગ ત્રણ વર્ષના હતા ત્યારે કાર્ડ ટ્રિક શીખવતી વખતે તેમના પિતાએ તેમની સંખ્યા યાદ રાખવાની ક્ષમતા પારખી લીધી હતી.
તેમના પિતાએ સર્કસ છોડી શકુંતલાની ગણતરી ક્ષમતા પ્રદર્શિત કરતા રોડ શો શરૂ કર્યા. તેણીએ કોઈ ઔપચારિક શિક્ષણ વિના કૌશલ્ય પ્રાપ્ત કર્યું હતું. ફક્ત છ વર્ષની ઉંમરે તેમણે મૈસૂર યુનિવર્સિટીમાં તેની અંકગણિત ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.
અવસાન – Death of Shakuntala Devi
એપ્રિલ ૨૦૧૩માં શકુંતલા દેવીને શ્વાસની ગંભીર સમસ્યાઓ સાથે બેંગ્લોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પછીના બે અઠવાડિયામાં તેઓ હૃદય અને કિડનીની જટિલતાઓથી પીડાઈ રહ્યા હતા. ૨૧ એપ્રિલ ૨૦૧૩ના રોજ હોસ્પિટલમાં તેનું અવસાન થયું હતું.
૪ નવેમ્બર, ૨૦૧૩ના રોજ શકુંતલા દેવીને તેમના ૮૪મા જન્મદિવસ પર ગૂગલ ડૂડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમના જીવન પર આધારિત શકુંતલા દેવી નામની ફિલ્મની જાહેરાત મે ૨૦૧૯ માં કરવામાં આવી હતી. આ ફિલ્મમાં વિદ્યા બાલન મુખ્ય શીર્ષક ભૂમિકામાં છે અને તેમાં સાન્યા મલ્હોત્રા, અમિત સાધ અને જિશુ સેનગુપ્તા સહાયક ભૂમિકામાં છે.