Important Days

Important Days – Amartya Sen Birthday – 03 November

Important Days – Amartya Sen Birthday – 03 November

Are you searching for – Amartya Sen Biography in Gujarati – 03 November 2022

Then you are at Right Place.

The Complete and Official Information of Important Days – Amartya Sen  Birthday – 03 November.

Who is Amartya Sen – અમર્ત્ય સેન

અમર્ત્ય સેન સીએચ (CH) અમર્ત્ય સેન  નો જન્મ 3 નવેમ્બર, 1933) ભારતના જાણીતા અર્થશાસ્ત્રી છે , જેમને 1998માં કલ્યાણ અર્થશાસ્ત્ર અને સામાજિક પસંદગીના સિદ્ધાંત તેમજ સમાજના ગરીબ વર્ગના પ્રશ્નો અંગેના તેમના રસને જોતા આર્થિક વિજ્ઞાન ક્ષેત્રના નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.  સેન દુકાળના અંગેના તેમણે કરેલા કાર્યો માટે ખાસ્સા વખણાય છે, કારણ કે તેમના આ કાર્યથી ખોરાકની વાસ્તવિક અથવા તો કહેવાતી ઉણપની અસરોને રોકવા અથવા તો મર્યાદિત કરવાના વાસ્તવિક ઉપાયોના વિકાસમાં વેગ મળ્યો છે.

Detail Information about Amartya Sen – અમર્ત્ય સેન

તેઓ વર્તમાનમાં થોમસ ડબલ્યુ લામોન્ટ યુનિવર્સિટીના પ્રોફેસર અને હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક છે. તેઓ હાર્વર્ડ સોસાયટી ઓફ ફેલોસના સિનિયર ફેલો છે, આ સાથે ઓલ સોઉલ્સ કૉલેજ, ઓક્સફોર્ડ અને ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજના પણ ફેલો છે, જ્યા અગાઉ તેઓ 1998 થી 2004 દરમિયાન માસ્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે. ઓક્સબ્રિગેડ કૉલેજમાં શૈક્ષણિક વડા તરીકે તેઓ પહેલા એશિયન અને પહેલા ભારતીય છે.

છેલ્લા ચાલીસ વર્ષોમાં અમર્ત્ય સેનના પુસ્તકોનું ત્રીસથી વધુ ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે. તેઓ શાંતિ અને સલામતી અર્થવ્યવસ્થાના ટ્રસ્ટી છે. 2006માં ટાઇમ મેગેઝીન દ્વારા તેમને “60 યર્સ ઓફ એશિયન હીરો” તરીકે સૂચિબદ્ધ કરાયા અને 2010માં તેમના ”100 મોસ્ટ ઈન્ફ્લુએન્સલ પર્સન ઓફ ધ યર” યાદીમાં સામેલ કરાયા.  ન્યુ સ્ટેટસમેને 2010ની યાદીમાં તેમને “ વર્લ્ડસ 50 મોસ્ટ ઈન્ફ્લુએન્સલ પીપલ હુ મેટર” સમાવેશ કર્યો.

Early life and education of Amartya Sen – પ્રારંભિક જીવન અને શિક્ષણ

સેનનો જન્મ ભારતના પશ્ચિમ બંગાળમાં શાંતિનિકેતનમાં એક બંગાળી હિન્દુપરિવારમાં થયો હતો. તેમના વડીલોનું મૂળ વતન આમ તો હાલના બાંગ્લાદેશના ઢાંકામાં આવેલ વારી હતું. રવિન્દ્વ નાથ ટાગોરે તેમનું નામ અમર્ત્ય સેન પાડ્યું હોવાનું કહેવાય છે (“અમર્ત્ય”નો અર્થ “અમર”). સેન એક પ્રતિષ્ઠીત પરિવારમાંથી આવે છે: તેમના નાના કિસ્તી મોહન સેન રવિન્દ્રનાથ ટાગોરના નિકટના સહયોગી તેમજ મધ્યકાલીન ભારતીય સાહિત્યના એક પ્રસિદ્ધ વિદ્વાન, હિંદુ ધર્મના તત્ત્વજ્ઞાન પરના અધિકારી, ઉપરાંત વિશ્વ ભારતી યુનિવર્સિટીના બીજા ઉપકુલપતિ હતા.

તેમના નાના સુકુમાર સેન ભારતના પહેલા મુખ્ય ચૂટણી કમિશનરના કાકા, અને તેમના ભાઈ અશોક કુમાર સેન કાયદા અને ન્યાય વિભાગમાં કેન્દ્રીય કેબિનેટ પ્રધાન રહી ચૂક્યા છે. સેનના પિતા આશુતોષ સેન અને માતા અમિતા સેનનો જન્મ માનિકગંજ, ઢાકામાં થયો હતો. તેમના પિતા ઢાકા યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર અને પશ્ચિમ બંગાળ ગૌણ સેવા આયોગના અધ્યક્ષ હતા.

વ્યક્તિગત જીવન અને માન્યતાઓ Personal life and beliefs of Amartya Sen

સેનના પ્રથમ પત્ની નાબાનીતા દેવ સેન હતા, જેઓ લેખક અને સ્કોલર હતા, તેણી દ્વારા તેમના બે સંતાનો છે: અંતરા જેઓ પત્રકાર અને પ્રકાશક છે અને નંદના જે બોલીવુડ અભિનેત્રી છે. જ્યારે તેઓ 1971માં લંડનમાં ગયા ત્યારબાદ તુરત જ આ લગ્ન તુટી ગયા. 1973,માં તેમણે બીજા લગ્ન કર્યા, તેમની બીજી પત્ની ઈવા કોર્લોની જૂઈશ હતા, 1985માં પેટના કેન્સરના કારણે તેણી મૃત્યુ પામ્યા. તેણી દ્વારા તેમના બે સંતાનો છે, ઈન્દ્વાણી, જેઓ ન્યૂયોર્કમાં પત્રકાર છે અને કબીર, શેડી હિલ સ્કુલમાં સંગીત ભણાવે છે.

તેમના વર્તમાન પત્ની એમ્મા જ્યોર્ગિના રોથસ્કીલ્ડ આર્થિક ઇતિહાસવેત્તા તેમજ એડમ સ્મિથના નિષ્ણાત તેમજ કીંગ્સ કૉલેજ, કેમ્બ્રિજના ફેલો છે. સામાન્ય રીતે સેન શિયાળાની તેમની રજાઓ ભારત પશ્ચિમ બંગાળ સ્થિત શાંતિનિકેતનમાં તેમના ઘરે વિતાવે છે, જ્યાં તેમને લાંબી મોટરસાઇકલ સવારી કરવી ગમે છે, આ સાથે જ તેઓ કેમ્બ્રિજ, મેસિચ્યુસેટ્સમાં ઘરની સંભાળ પણ રાખે છે, જ્યાં તેઓ એમ્મા સાથે વસંતઋતુ અને લાંબી રજાઓ માણે છે. તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કેવી રીતે આરામ કરે છે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે: “હુ લોકો દલીલ કરે તેવી રીત ખૂબ વાંચન કરું છું.”


સેન પોતાની જાતને નાસ્તિક ઓળખાવે છે અને તેમનું માનવું છે કે તે રાજકીય અસ્તિત્વની જેમ હિન્દુવાદ સાથે જોડાયેલું છે.  કેલિફોર્નિયા ના એક સામયિકને આપેલી મુલાકાત કે જે કેલિફોર્નિયા યુનિવર્સિટી, બેરકેલેય દ્વારા પ્રકાશિત થઈ હતી, તેમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

Awards of Amartya Sen

  • 1998: કલ્યાણ અર્થશાસ્ત્ર માટેના તેમના કાર્ય માટે તેમને આર્થિક વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ મેમોરિઅલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા.
  • 1999: ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અપાતા ભારતના સૌથી મોટા નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવ્યા.
  • 1999: નોબેલ પુરસ્કાર જીતવાના માનમાં તેમજ તેમનું પિતૃક રાજ્ય આજે આધુનિક બાંગ્લાદેશ તરીકે વિકસીત થતા બાગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિના દ્વારા તેમને બાંગ્લાદેશનું નાગરિક્ત્વ આપવાની રજૂઆત કરવામાં આવી હતી.
  • 2000: તેમને (યુકે) ના કેમ્પેનિયન ઓનર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
  • 2000: વૈશ્વિક વિકાસ અને પર્યાવરણ શિક્ષણ સંસ્થાનમાંથી અર્થશાસ્ત્ર સિદ્ધાંતમાં તેમના શ્રેષ્ઠ પ્રદાન બદલ તેમને લેઈન્ટિફ પુરસ્કારથી સન્માનત કરાયા.
  • 2000: યુએસએ (USA)માં નેતાગીરી અને સેવા બદલ તેમને આઈસેનહોવર મેડલથી સન્માનિત કરાયા.
  • 2000: તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીના 351માં સત્રારંભ અધ્યક્ષ રહ્યા હતા.
  • 2002: તેમને ઈન્ટરનેશનલ હ્યુમનિસ્ટ એન્ડ એથિકલ યુનિયન દ્વારા ઈન્ટરનેશનલ હ્યુમનિસ્ટ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
  • 2003: ભારતીય ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેઓને લાઇફ ટાઈમ અચિવમેન્ટ અવોર્ડથી નવાજવામાં આવ્યા
  • બેંગકોક સ્થિત યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા અને ધી પેસેફિક (UNESCAP) દ્વારા પણ તેમને લાઈફ ટાઇમ અચિવમેન્ટ અવોર્ડ આપવામાં આવ્યો.
  • 2010: ડેમોસ વાર્ષિક વ્યાખ્યાન 2010 આપવા માટે તેમની પસંદગી કરવામાં આવી.

About the author

Mari Naukri - Admin

Mari Naukri is a Job/ Education Portal which mainly covers topics related to Latest News, News Jobs, Question Papers, Sample Papers, Answer Keys and Many More Information Related to Job Field.

Leave a Comment