Important Days

Important Days – Bhulabhai Desai Birthday – 13 October

Important Days – Bhulabhai Desai Birthday – 13 October

Are you searching for – Bhulabhai Desai Biography – 12 October 2022

Then you are at Right Place.

The Complete and Official Information of Important Days – Bhulabhai Desai Birthday – 13 October

Bhulabhai Desai – ભુલાભાઈ દેસાઈ

ભુલાભાઈ દેસાઈ (૧૩ ઓક્ટોબર ૧૮૭૭ – ૬ મે ૧૯૪૬) એ એક જાણીતા વકીલ અને ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. બીજા વિશ્વ વિગ્રહ સમયે ભારતીય રાષ્ટ્રીય સેનાના ત્રણ સૈનિકો પર રાજદ્રોહનો આરોપ મુકવામાં આવ્યો હતો, તેના બચાવ પક્ષની કામગિરી માટે તેઓ જાણીતા બન્યા.

શરૂઆતનું જીવન – Life of Bhulabhai Desai

તેમનો જન્મ ગુજરાતના વલસાડમાં થયો હતો. શરૂઆતમાં તેમનો અભ્યાસ તેમના મામાના હાથ નીચે થયો, ત્યાર બાદ તેમણે વલસાડની અવાભાઈ શાળા અને મુંબઈની ભરડાહાઈ સ્કુલમાં અભ્યાસ કર્યો. તેઓએ ૧૮૯૫માં મેટ્રિકની પરીક્ષા આપી અને શાળામાં પ્રથમ ક્રમાંકે રહ્યા. તેઓ શાળામાં હતા તે જ સમય દરમ્યાન તેમના લગ્ન ઈચ્છાબેન સાથે થયા. તેમને ધીરુભાઈ નામે એક પુત્ર જન્મ્યો, પરતું ૧૯૨૩માં ઈચ્છાબેન કેન્સરના કારણે મૃત્યુ પામ્યા.

ત્યાર બાદ તેઓ મુંબઈની ઍલફીસ્ટન કૉલેજમાં જોડાયા, અહીં તેમણે અંગ્રેજી સાહિત્ય અને ઈતિહાસ વિષયમાં સ્નાતકની પદવી મેળવી. ઈતિહાસ અને રાજનૈતિક અર્થશાસ્ત્ર વિષયમાં પ્રથમ ક્રમાંક મેળવવા માટે તેમને વર્ડ્ઝવર્થ પુરસ્કાર અને શિષ્યવૃત્તિ મળી. તેમણે મુંબઈ વિદ્યાપીઠમાં અંગ્રેજી વિષય સાથે એમ.એ. કર્યું. 

અભ્યાસ બાદ ભુલાભાઈની અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રાધ્યાયાપક તરીકે તેમની નિમણૂક થઈ. અંગ્રેજી શીખવતા શીખવતા તેમણે કાયદાનો અભ્યાસ પણ કર્યો. ૧૯૦૫માં મુંબઈ ઉચ્ચ ન્યાયાલયના વકીલ તરીકે તેમની નોંધણી થઈ. ત્યાર બાદ તેઓ શહેર અને દેશના અગ્રણી વકીલ બન્યા.

અવસાન – Death

ભુલાભાઈ દેસાઈ ૬ મે ૧૯૪૬ ના દિવસે અવસાન પામ્યા. તેમની પાસે પ્રચંડ સંપત્તિ હતી, જેના થકી ભુલાભાઈ મેમોરિયલ ઈન્સ્ટીટ્યુટની સ્થાપના થઈ.

વારસો

  • એમ. સી. શેતલવાડે તેમની જીવન કથા ભુલાભાઈ દેસાઈ લખી છે
  • મુંબઈમાં બ્રીચ કેંડીમાં આવેલા મુખ્ય માર્ગને ભુલાભાઈ દેસાઈ માર્ગ નામ અપાયું છે.

About the author

Mari Naukri - Admin

Mari Naukri is a Job/ Education Portal which mainly covers topics related to Latest News, News Jobs, Question Papers, Sample Papers, Answer Keys and Many More Information Related to Job Field.

Leave a Comment