જે ખેડુત મિત્રોને વાર્ષિક ૬૦૦૦/- (દર ચાર મહિને રૂા. ૨૦૦૦/- ના ૩ હપ્તા પેટે) પી.એમ. કિસાન યોજના નો લાભ લે છે તેવા ખેડુત મિત્રોને આગામી હપ્તાઓનો લાભ લેવા માટે લાભાર્થી ખેડુતને E-KYC કરવું ફરજીયાત છે.
E-KYC ખરેખર શું છે. ?
E-KYC તમારા આધાર કાર્ડ અને મોબાઇલ નંબર સાથે લીંક કરવાની એક પ્રક્રિયા છે. અને જો તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લીંક ન હોય તો તમારે બેંકમાં રૂબરૂ જઈને તમારા એકાઉન્ટ સાથે આધારકાર્ડ અને મોબાઈલ નંબર લીંક કરવો ફરજીયાત છે.
E-KYC કરવા માટે શું જરૂરી છે. ?
E-KYC કરવા માટે તમારો આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લીંક હોવું જરૂરી છે. જો તમારું આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લીંક કરેલ ન હોય તો પહેલા તાત્કાલીક આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરાવવો.
આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લીંક કરવા માટે કયા જવું ?
તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC), સેવા સદન (મામલતદાર કચેરી) તથા અમુક સરકાર તરફથી નિમાયેલ બેંકમાં પણ લીંક પ્રક્રિયા થઇ શકે છે.
E-KYC અપડેટ કરવા માટે કયાં જવું ?
E-KYC કરવા માટે પહેલા તો મોબાઈલના જાણકાર ખેડુત જાતે જ PMKISHAN.GOV.IN ની વેબસાઇટ પર જઇને E-KYC ઓપશન પર કલીક કરીને અપડેટ કરી શકે છે. જેમાં ખેડુત મિત્રો પાસેથી તેમનો આધાર નંબર અને લીંક કરેલ મોબાઈલ નંબર માંગશે તો તેમાં એક OTP ચાર અંકનો આવશે તે નાખ્યા બાદ ફરીથી આધાર OTP છ અંકનો આવશે તે નાખ્યા બાદ ઉપર E-KYC IS SUCESSFULLY SUBMITED લખેલું આવે એટલે તમારું E-KYC અપડેટ થઇ જાય છે