Are you searching for – Important Instruction for CPT First Time Exam 2022
Then you are at Right Place.
The Complete and Official Information of Important Instruction for CPT First Time Exam 2022.
Important Instruction for CPT First Time Exam 2022
પહેલી વાર સીપીટી આપવા જતાં લોકોએ પરીક્ષા સિવાય ધ્યાનમાં રાખવાની બાબતો :
1. કરાઈ એકેડેમીની બહાર ગેટ પાસે પાણી, જમવાનું, વોશરૂમ, વગેરે પ્રકારની પ્રાથમિક જરૂરિયાતની સુવિધા નથી, કોબા સર્કલ પાસે તમને આ બધું મળી જશે, માટે પરિક્ષાર્થીઓએ આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવી. બને ત્યાં સુધી પરીક્ષા સમયનાં 1 કલાક પહેલાં જ અકેડેમીના ગેટ પાસે જવું. કેમ કે અત્યારે વરસાદની ઋતુમાં જો વરસાદ હશે તો પલળી જશો કેમ કે ત્યાં વરસાદ આવશે તો તમને ક્યાંય પણ ઉભા રહેવાની સુવિધા નહિ મળે. એકેડેમીના ગેટથી મેઈન બિલ્ડીંગ સુધી ઓછામાં ઓછું 500 મીટર જેટલું અંતર ચાલીને જવું પડશે એટલે જો વરસાદ હશે તો પલળી જશો અને ત્યાં કોમ્પ્યુટર લેબમાં AC હોવાથી સમસ્યા થશે.
2. વરસાદની ઋતુ હોવાથી શક્ય હોય તો છત્રી/રેઇનકોટ સાથે જ રાખવું.
3. જો પરીક્ષા સમયથી વહેલા આવી ગયા હોવ તો કરાઈ એકેડેમીએ ના જવું કેમ કે ત્યાં પાણી, વોશરૂમ, વરસાદ દરમિયાન ઉભા રહેવાની જગ્યા વગેરે જેવી કંઈપણ સુવિધા નથી. એટલે કોબા સર્કલ આવીને બેસવું, ત્યાં તમને બેસવાની જમવાની વગેરે બધી જ સુવિધા મળી રહેશે. કોબા સર્કલ થી એકેડેમી ફક્ત 2-3 કિલોમીટર જેટલું જ અંતર છે. પરીક્ષા ના 1 કલાક પહેલાં સુધી તમે કોબા સર્કલ બેસી શકો છો. કોબા સર્કલ કરાઈ એકેડેમીની સૌથી નજીક હોવાથી બસમાં અને રિક્ષામાં આવતા લોકોએ ત્યાં જ ઉતરવું. અને કોબા સર્કલથી એકેડેમી જવા તમને સરળતાથી રીક્ષા મળી રહેશે.
4. દૂરથી આવતા લોકો (વરસાદની ઋતુ હોવાથી સવારની શિફ્ટ વાળા લોકોએ શક્ય હોય તો આગલા દિવસે આવી જવું) માટે “શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા”માં 300-400 ૱માં ખૂબ જ સારી જમવાની અને રહેવાની વ્યવસ્થા છે. ત્યાંથી કોબા સર્કલ 2 KM અને કરાઈ એકેડેમી 4-5 KM જેટલાં અંતરે જ છે. તો આગલા દિવસે આવતા લોકો માટે રહેવાની સુવિધા ના હોય તો સૌથી ઉત્તમ આ જ રહેશે.