Are you searching for – Kavi Rajendra Shukla Biography – 12 October 2022
Then you are at Right Place.
The Complete and Official Information of Important Days – Kavi Rajendra Shukla – 12 October
12 October – Kavi Rajendra Shukla Birthday
આજનો દિન વિશેષ – “કવિ રાજેન્દ્ર શુક્લા નો જન્મ દિવસ વિશેષ “
12 October 1942 ના રોજ કવિ રાજેન્દ્ર શુક્લા નો જન્મ થયેલો, તેનું જન્મસ્થળ એટલે બાંટવા, પિતાનું નામ – અનંતરાય શુક્લા અને માતા નું નામ વિદ્યાબેન શુક્લા.
કવિ રાજેન્દ્ર શુક્લા એ અમદાવાદની એલ આર ડી આર્ટસ કોલેજ ખાતે વર્ષ 1965 મન સંસ્કૃત અને પ્રાકૃતમાં બી.એ અને વર્ષ 1967 માં એમ એ ની પદવી પ્રાપ્ત કરેલ.
વર્ષ 1982 સુધી વિવિધ સંસ્થાઓમાં શિક્ષણ આપેલ એટલે કે શિક્ષક તરેકે સેવા આપેલી. કવિ રાજેન્દ્ર શુક્લા નાં પત્ની નયના જાની ગુજરાતી કવિયત્રી છે. દાહોદમાં સંસ્કૃતનું અધ્યાપન કર્યા બાદ તેમણે સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લઇને પોતાના સંતાનોને ઘરે જ શિક્ષણ આપવાનું એક પ્રયોગ તરીકે શરૂ કર્યું. હાલમાં તેઓ અમદાવાદમાં વસે છે.
કવિ રાજેન્દ્ર શુક્લા નું પ્રથમ કાવ્ય વર્ષ 1962 માં કુમારમાં પ્રકાશિત થયેલ, તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ અંતર ગાંધાર ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત થયેલ. વર્ષ 2005 માં તેમને ગઝલ સહિતા માટે ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલ.
વર્ષ 2006 માં નાર્શીહ મેહતા પુરસ્કાર મળેલ.
સર્જન – કવિ રાજેન્દ્ર શુક્લા
એમના કાવ્યસંગ્રહો કોમલ રિષભ (૧૯૭૦) અને અંતર ગંધાર (૧૯૮૧)માં ગ્રામજીવન અને નગરજીવનના સ્વાનુભવથી, મનુષ્યને પૂરા રસથી ચાહવાની વૃત્તિથી અને સાહિત્ય ઉપરાંત સંગીત, જ્યોતિષ, ઇતિહાસ, તત્વજ્ઞાનાદિ વિષયોના અધ્યયનથી કેળવાયેલી એમની કવિ તરીકેની સજ્જતા જોઈ શકાય છે.
અન્ય સર્જન :- અવાજ જુદો, તમને ખબર નથી, ફૂલ, સામાય ધસી જઇયે, ઈચ્છાની આપમેળે, ગઝલ સંહિતા, તું કોણ છે?, પગલાં કુંકુમઝરતાં, બદલું છુ, ભરથરી-૧, ભરથરી-2, ભરથરી-૩, મેં દીઠા છે !, સામા ગામનું સાવ છેવાડું ખોરડું
પુરસ્કાર – કવિ રાજેન્દ્ર શુક્લા
એમના પ્રથમ કાવ્યસંગ્રહ કોમલ રિષભ ને રમેશ પારેખ ના ક્યાં સંગ્રહ સાથે સંયુક્તરુપે ગુજરાત સરકારનું પારિતોષિક મળ્યું હતું. બીજો સંગ્રહ અંતર ગાંધાર પણ ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત થયો. આ સંગ્રહને ઇસ ૧૯૮૦-૮૧મં ‘કવિ શ્રી ન્હાનાલાલ’ પારિતોષિક અને ‘ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક’ પણ મળ્યું.
૨૦૦૫માં તેમને ગઝલ સંહિતા માટે ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમને ૨૦૦૬માં કવિતાનો સર્વોચ્ચ પુરસ્કાર નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો હતો. ૨૦૦૬માં તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. તેમને ગઝલ સંહિતા માટે ૨૦૦૭માં સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો.
૨૦૦૮માં તેમને નર્મદ ચંદ્રક, ૨૦૦૯માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર અને ૨૦૦૧માં લેખરત્ન અને કલાપી પુરસ્કાર મળ્યો હતો.